ટેસ્ટ ક્રિકેટમાં તેણે ભારત સામે 22 ટેસ્ટમાં 105 વિકેટ ઝડપી છે. બંને દેશો વચ્ચેની મેચમાં 100થી વધુ વિકેટ લેનારો તે એકમાત્ર બોલર છે.
ભારતના પૂર્વ સ્પિનર અનિલ કુંબલે ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે બીજા નંબર પર છે. આ સ્પિનરે 18 મેચમાં 74 વિકેટ લીધી છે.
આ યાદીમાં ભારતના પૂર્વ સ્પિનર હરભજન સિંહ ત્રીજા સ્થાને છે. હરભજને શ્રીલંકા સામે 16 ટેસ્ટ મેચોમાં 39.77ની બોલિંગ એવરેજથી 53 વિકેટ લીધી છે.
શ્રીલંકા સામેની શ્રેણીમાં આર અશ્વિને માત્ર 9 ટેસ્ટ મેચમાં 23.58ની બોલિંગ એવરેજથી 50 વિકેટ ઝડપી છે.
ભારત-શ્રીલંકા ટેસ્ટના ટોપ-5 બોલરોમાં ભૂતપૂર્વ મહાન ઓલરાઉન્ડર કપિલ દેવ પણ સામેલ છે. તેણે શ્રીલંકા સામે 14 ટેસ્ટ મેચમાં 45 વિકેટ લીધી છે.