શાહરૂખ ખાન અને ગૌરી ખાનની દીકરી સુહાના ખાનને તેના બોલિવૂડ ડેબ્યુ પહેલા જ એક મોટી તક મળી છે.



સુહાના ન્યૂયોર્ક સ્થિત બ્યુટી બ્રાન્ડ મેબેલિનની બ્રાન્ડ એમ્બેસેડર બની છે.



સોમવારે મુંબઈમાં આયોજિત એક મીડિયા ઈવેન્ટમાં સુહાનાને લઈને આ જાહેરાત કરવામાં આવી હતી.



સુહાના ખાન આ વર્ષે ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.



બોલિવૂડમાં પગ મૂકતા પહેલા આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ સાથે તેણીનું જોડાણ તેના પોર્ટફોલિયોમાં ઉમેરો કરશે.



આ ઈવેન્ટમાં સુહાના ખૂબ જ સુંદર લાગી રહી હતી.



આ પ્રસંગના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.



સુહાના ખાન ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ફિલ્મ ધ આર્ચીઝમાં જોવા મળશે.



ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.



આ ઇવેન્ટના અવસર પર સુહાનાએ પહેલીવાર મીડિયા સાથે વાત કરી અને બધાનો આભાર માન્યો.