બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોને 13 મેના રોજ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. ડેનિયલે તેની પત્નીના જન્મદિવસ પર એક ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. સની લિયોને તેના ઇન્સ્ટાગ્રામ પર તેના જન્મદિવસની ઉજવણીની ઘણી તસવીરો શેર કરી છે. સનીની પાર્ટીમાં લોકો બ્લેક આઉટફિટ્સમાં જોવા મળ્યા હતા. બ્લેક શોર્ટ બોડીકોન ડ્રેસમાં સની લિયોન ખૂબ સુંદર લાગી રહી હતી. સનીના જન્મદિવસની ઉજવણીમાં ઘણા નજીકના લોકોએ હાજરી આપી હતી સની લિયોનીની પાર્ટીમાં ડબ્બુ રતનાની તેની પત્ની સાથે પહોંચ્યો હતો. એક ફોટોમાં સની તેના પતિને પ્રેમથી કિસ કરતી જોવા મળી રહી છે તસવીરમાં સની લિયોન અને ડેનિયલ વેબર લિપ લોક કરતા જોવા મળી રહ્યા છે. All Photo Credit: Instagram