તસવીરો શેર કરી સનીએ લખ્યું કે તે સમૂદ્રમાં પોતાના પતિને શોધી રહી છે. સાથે જ તેણે પોતાને વોટર બેબી ગણાવી હતી. એક્ટ્રેસની આ તસવીરો જોઇને ખ્યાલ આવે છે કે આ તેની માલદીપ વેકેશનની તસવીરો છે. જ્યાં તે પતિ સાથે વેકેશન માણી રહી છે. સનીની આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તસવીરોને અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકોએ લાઇક કરી છે. સની બહુ જલદી વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ અનામિકામાં જોવા મળશે. તે સિવાય થ્રિલર Sheroમાં જોવા મળશે.