પિંક આઉટફિટમાં તારા સુતારિયા લાગી ખૂબ જ સુંદર, જુઓ ફોટા અભિનેત્રી તારા સુતરિયા સ્પષ્ટવક્તા અને તેના કાતિલ અંદાજથી ચાહકોના દિલ પર રાજ કરવાનું જાણે છે. અભિનેત્રી પિંક લહેંગા ચોલીમાં ખૂબ જ અદભૂત પોઝ આપ્યા છે. પિંક કલરના લહેંગામાં અભિનેત્રી તારા સુતારિયા તેની ખૂબસૂરત સ્ટાઇલથી ચાહકોને દિવાના બનાવી રહી છે આ તસવીરો લેક્મે ફેશન વીક દરમિયાન લેવામાં આવી હતી. તારા સુતરિયા આ આઉટફિટમાં રેમ્પ વોક કરતી જોવા મળી છે. તેની તસવીરોએ ચાહકોના દિલને બેચેન બનાવી દીધા છે. ચાહકો તેની તસ્વીરોને જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. તેની સુંદરતાથી ચાહકો મંત્રમુગ્ધ છે. તારા સુતરિયાએ ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.