ઓસ્ટ્રેલિયામાં આઇફોન 15 પ્રોની કિંમત 1849 ઓસ્ટ્રેલિયન ડોલર (1,02,500 રૂપિયા) છે. સિંગાપોરમાં આઇફોન 15 પ્રોની કિંમત 1649 સિંગાપોર ડોલર (લગભગ એક લાખ રૂપિયા)છે. યુએઇથી ભારતીયો આઇફોન ખરીદે છે. અહી આઇફોન 15 પ્રો તમને એઇડી 4299 (લગભગ 97,775 રૂપિયા)માં મળી જાય છે વિયેતનામમાં આઇફોન 15 પ્રોની કિંમત 28,999 વીએનડી (લગભગ 95 હજાર રૂપિયા)છે. થાઇલેન્ડમાં આઇફોન 15 પ્રોની કિંમત 41,900 Thai Baht (લગભગ 95,266 રૂપિયા) છે. હોંગકોંગમાં આઇફોન 15 પ્રોની કિંમત 8599 હોંગકોંગ ડોલર (92 હજાર રૂપિયા)છે. ચીનમાં આઇફોન 15 પ્રોની કિંમત આરએમબી 7999 (92 હજાર રૂપિયા)છે. કેનેડામાં આઇફોનની પ્રારંભિક કિંમત 1449 કેનેડિયન ડોલર (અંદાજે 88 હજાર રૂપિયા)છે. જાપાનમાં આઇફોન 15 પ્રોની કિંમત 159,800 યેન (લગભગ 83 હજાર રૂપિયા)છે. અમેરિકામાં આઇફોન 15 પ્રોની કિંમત 999 ડોલર (લગભગ 83,452 રૂપિયા)છે. જ્યારે ભારતમાં આ ફોનની કિંમત 1,34,900 રૂપિયા છે.