આધાર કાર્ડમાં સાચો મોબાઇલ નંબર લિંક હોવો ખૂબ જ જરૂરી છે.

OTP આધારિત સેવાઓનો લાભ લેવા મોબાઇલ નંબર અપડેટ હોવો જોઈએ.

જૂનો અથવા બંધ નંબર હોય તો અનેક ઓનલાઈન સેવાઓમાં મુશ્કેલી પડી શકે છે.

સૌથી પહેલા પ્લે સ્ટોર પરથી mAadhaar એપ ડાઉનલોડ કરો.

એપમાં આધાર નંબર, OTP અથવા ફેસ ઓથેન્ટિકેશનથી લોગિન કરો.

લોગિન બાદ 6 અંકનો સુરક્ષિત M-PIN સેટ કરો.

Services > My Aadhaar વિકલ્પમાં જઈ મોબાઇલ નંબર અપડેટની પ્રક્રિયા શરૂ કરો.

નવો મોબાઇલ નંબર દાખલ કરીને મળેલો OTP વેરિફાય કરો.

ત્યારબાદ ફેસ ઓથેન્ટિકેશન પૂર્ણ કરો અને વિગતો ચકાસો.

પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારો નવો મોબાઇલ નંબર આધાર સાથે સફળતાપૂર્વક અપડેટ થઈ જશે.