વોટ્સએપ યૂઝર્સની સૌથી વધુ મનપસંદ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે દુનિયાભરના 180 દેશોમાં તેના 2.78 અબજ યુઝર્સ છે વોટ્સએપ મારફતે સાઇબર ફ્રોડની ઘટનાઓ પણ વધી ગઇ છે લોકો વોટ્સએપ મારફતે સાઇબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે એવામાં તમારી એક નાની ભૂલથી તમારુ એકાઉન્ટ હેક થઇ શકે છે. વોટ્સએપ પર અનેકવખત લોકો હેકર્સ સાથે ભૂલથી પાસવર્ડ અને વેરિફિકેશન કોડ શેર કરી દે છે જેનાથી તેઓ ગમે ત્યાંથી તમારા એકાઉન્ટનું એક્સેસ હાંસલ કરી શકે છે સાથે જ તમારુ બેન્ક એકાઉન્ટ ખાલી થઇ શકે છે વોટ્સએપને હેક થતા બચાવવા ટૂ સ્ટેપ વેરિફિકેશન ફીચરને ઓન કરી શકો છો ટૂ સ્ટેપ વેરિફિકેશન ફીચર ઓન થયા બાદ હેકર્સ તમારુ એકાઉન્ટ હેક કરી શકશે નહી