શું તમે વોટ્સએપ યુઝ કરો છો તો તમારે તરત જ સતર્ક થઇ જવું જોઇએ વાસ્તવમાં હાલના દિવસોમાં સ્કેમર્સ લોકોને ઓનલાઇન ટાર્ગેટ કરી રહ્યા છે લોકોને નોકરીની લાલચ આપીને છેતરવામાં આવી રહ્યા છે વોટ્સએપ યુઝર્સને નોકરીના નામ પર એક મેસેજ મોકલી રહ્યા છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે તમને પાર્ટ ટાઇમ જોબ ઓફર કરવામાં આવી રહી છે મેસેજમાં એક લિંક પણ શેર કરાય છે જેના પર ક્લિક કરીને એપ ડાઉનલોટ કરવાનું કહેવાય છે બાદમાં તમામ ડિટેલ્સ લઇને બેન્ક એકાઉન્ટમાંથી પૈસા કાઢી દેવામાં આવે છે. જો તમને પણ આવે મેસેજ મળે તો સતર્ક થઇ જજો તમારે આવા કોઇ મેસેજનો જવાબ આપવો જોઇએ નહી જો તમારી સાથે આવું થયું તો તમે સાયબર સેલમાં ફરિયાદ કરી શકો છો