આજકાલ સાયબર ક્રાઇમ ઝડપથી વધી રહ્યો છે અને સામાન્ય યુઝર્સથી લઈને મોટી કંપનીઓ પણ તેનો શિકાર બની રહી છે



હેકર્સ યુઝર્સની ખાનગી માહિતી ચોરી લે છે અને આર્થિક નુકસાન પહોંચાડે છે



આને કારણે ઇન્ટરનેટ અને મોબાઇલ વગેરેનો ઉપયોગ કરતી વખતે ઘણી સાવચેતી રાખવાની જરૂર છે.



હેકર્સ મોટે ભાગે એવા એકાઉન્ટ્સને નિશાન બનાવે છે જેમના પાસવર્ડ નબળા હોય છે.



તેથી હંમેશા મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો.



ઇન્ટરનેટ બ્રાઉઝ કરતી વખતે થોડી સાવધાની રાખવાથી તમે મોટી મુશ્કેલીમાંથી બચી શકો છો.



જો URL ની શરૂઆતમાં https:// આવી રહ્યું હોય તો તેનો અર્થ એ છે કે તે એક એન્ક્રિપ્ટેડ કનેક્શન છે



મોબાઇલ અને અન્ય ડિવાઈસમાં રહેલો તમારા ડેટાનો નિયમિતપણે બેકઅપ લેતા રહેવું મહત્વપૂર્ણ છે.



આ તમને રેન્સમવેર અથવા અન્ય હુમલાઓના કિસ્સામાં મોટા નુકસાનથી બચાવી શકે છે.



હંમેશા ફક્ત સત્તાવાર સ્ત્રોતોમાંથી જ એપ્લિકેશનો ડાઉનલોડ કરો.



આ સાથે એ પણ ધ્યાનમાં રાખો કે એપ્લિકેશન્સને બિનજરૂરી પરવાનગીઓ ન આપો