મોબાઇલ નંબર પોર્ટ એટલે કે MNP કરાવવા માટે TRAIએ તાજેતરમાં જ એક નવી ગાઇડલાઇન જાહેર કરી છે



ટ્રાઇએ ગ્રાહકોને ઓપરેટર બદલતા અગાઉ કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ તેની જાણકારી આપી છે.



MNP એટલે કે મોબાઇલ નંબર પોર્ટેબિલિટી એક એવી પ્રક્રિયા છે જેમાં ગ્રાહકો નંબર બદલ્યા વિના સર્વિસ પ્રોવાઇડર બદલી શકે છે



તાજેતરમાં જ પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓના પ્લાન મોંઘા થયા બાદ લાખોની સંખ્યામાં યુઝર્સ BSNLમાં પોતાનો નંબર પોર્ટ કરાવ્યો છે



જો તમે પણ પોતાનો ઓપરેટર બદલવા માંગો છો તો ટ્રાઇની નવી ગાઇડલાઇનને ફોલો કરી શકો છો



જો કોઇ યુઝર્સ એક કંપનીની સર્વિસ 90 દિવસ યુઝ કરે તો તે પોતાનો નંબર પોર્ટ કરી શકે છે



પોસ્ટપેઇડ યુઝર્સ પોતાના વર્તમાન ઓપરેટરનું બિલ નથી ચૂકવ્યું તો તેનો નંબર પોર્ટ માટે એલિજિબલ થશે નહીં.



યુઝરના નંબરના પોર્ટ કરાવવા પર કોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે તો પણ નંબર પોર્ટ થઇ શકશે નહીં



જે નંબરને પોર્ટ કરવાની રિક્વેસ્ટ કરાઇ છે તે કોઇ કોર્ટમાં વિચારણ હેઠળ છે તો નંબર પોર્ટ થઇ શકે નહીં



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો