મોબાઈલ ફોને આપણું જીવન સરળ, ઝડપી અને અનુકૂળ બનાવ્યું છે.



ફોનનો વધુ પડતો ઉપયોગના અનેક ગેરફાયદા છે



તેથી તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસરો થઈ શકે છે.



આજના સમયમાં આપણે ફોન પર એટલા નિર્ભર થઈ ગયા છીએ કે તેનું વ્યસન થવું સામાન્ય બની ગયું છે.



આ વ્યસન ઘણી ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.



ફોનમાંથી નીકળતું ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન અને ફોનની સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઇટ આપણા શરીરને નુકસાન પહોંચાડે છે.



ફોન અને યુઝર વચ્ચેનું અંતર જેટલું ઓછું હોય છે, તેટલી જ તેની શરીર પર અસર થાય છે.



ફોનનો વધુ પડતો ઉપયોગ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સમસ્યાઓ પણ પેદા કરી શકે છે.



મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી આંખો પર વિપરીત અસર થઈ શકે છે.



માથાનો દુખાવો, હૃદય અને મગજ સંબંધિત રોગોનું જોખમ વધારી શકે છે.



ફોન જોવા માટે ચોક્કસ સમય નક્કી કરો.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો