મોટોરોલાએ હાલમાં જ ભારતમાં પોતાનો બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન Moto G45 5G લોન્ચ કર્યો છે.



તેની શરૂઆતની કિંમત 9,999 રૂપિયા રાખવામાં આવી છે.



કંપનીએ આ સ્માર્ટફોનને 4 અને 6GB રેમ વેરિઅન્ટમાં માર્કેટમાં લોન્ચ કર્યો છે.



કંપનીએ આ સ્માર્ટફોનને Viva Magenta, Brilliant Blue અને Brilliant Green જેવા ત્રણ રંગોમાં લૉન્ચ કર્યો છે.



આ સ્માર્ટફોનનો પ્રથમ સેલ 28 ઓગસ્ટ 2024થી શરૂ થવા જઈ રહ્યું છે.



તમે આ ફોન ફ્લિપકાર્ટ, મોટોરોલાની વેબસાઇટ અથવા સ્ટોર્સ પરથી ખરીદી શકો છો.



Moto G45 5G 720 x 1,600 પિક્સેલના રિઝોલ્યુશન સાથે 6.5-ઇંચની HD+ LCD સ્ક્રીન ધરાવે છે.



G45 5G ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવે છે



જેમાં 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો મળે છે.



સ્માર્ટફોન 5,000mAh બેટરી સાથે આવે છે