રિલાયન્સ જિયોના પોર્ટફોલિયોમાં ઘણા રિચાર્જ પ્લાનનો સમાવેશ થાય છે જે કૉલ્સ, SMS અને ડેટા ઑફર કરે છે. કંપનીએ નવો 5G વાઉચર પ્લાન લોન્ચ કર્યો છે જેને તમે એક્ટિવેટ કરી શકો છો. આમાં 12 મહિનાની વેલિડિટી સાથે ડેટાનો લાભ પણ મળે છે. Jioના આ પ્લાનમાં 12 મહિનાની વેલિડિટી માટે અનલિમિટેડ ડેટાનો લાભ મળે છે પરંતુ તેને એક્ટિવેટ કરવા માટે એ જરૂરી છે કે યુઝર પાસે પહેલાથી જ કોઇ પ્રીપેડ પ્લાન હોય. તેની કિંમત 601 રૂપિયા છે. MyJio એપ્લિકેશન મારફતે તમને 12 અનલિમિટેડ 5G અપગ્રેડ વાઉચર મળે છે. પ્લાનની સારી વાત એ છે કે તમે તમારા મિત્રો અને પરિવારને પણ વાઉચર ગિફ્ટ કરી શકો છો. આ 5G વાઉચરને એક્ટિવેટ કરવાની પહેલી શરત એ છે કે યુઝર પાસે એવો કોઇ પ્લાન હોવો જોઈએ.. જેમાં દરરોજ ઓછામાં ઓછો 1.5 GB ડેટા મળે છે. ટ્રાઈના રિપોર્ટ અનુસાર ઓક્ટોબર સુધીના છેલ્લા 4 મહિનામાં જિયોએ સૌથી વધુ 1.65 કરોડ ગ્રાહકો ગુમાવ્યા છે.