અભિનેત્રી અવિકા ગોરે ટીવી શો 'બાલિકા વધૂ'થી દરેક ઘરમાં ઓળખ બનાવી છે. આ પછી તે 'સસુરાલ સિમર કા'માં રોલીના રોલમાં જોવા મળી હતી એવા અહેવાલો આવ્યા હતા કે અભિનેત્રી લગ્ન વિના બાળકની માતા બની ગઈ છે. એક રિપોર્ટ અનુસાર, એક્ટર 18 વર્ષ મોટા એક્ટર મનીષ રાયસિંઘનને ડેટ કરી રહી છે જોકે અવિકા ગૌરે ડિજીટલ કોમેન્ટરીને ઈન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં તેણે કહ્યું કે જ્યારે અમારા અફેરના સમાચાર આવ્યા તો અમે ચોંકી ગયા. માતા બનવાના સમાચાર અંગે અવિકાએ કહ્યું- 'મારા વિશે લખવામાં આવ્યું હતું કે મારે એક બાળક છે. ‘લોકો આવી વાતો લખતા પહેલા વિચારતા પણ નથી. અમારા માતા-પિતા પણ આ અફવાઓ પર હસતા હતા’. અવિકા ગૌર આ દિવસોમાં કુર્ગમાં વેકેશન માણી રહી છે. All Photo Credit: Instagram