ડુંગળીને ગરીબોની કસ્તુરી કહેવામાં આવે છે, જેની ખેતી ખેડૂતો શિયાળામાં કરે છે

ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે ડુંગળીનો ઉપયોગ ઘણો જરૂરી હોય છે

શાકભાજીમાં ગમે તેટલા મસાલા ઉમેરો પણ ડુંગળી વગર ભોજનનો સ્વાદ ફીકો પડી જાય છે

ડુંગળીનો ઉપયોગ સલાડ અને શાકભાજી તરીકે પણ થાય છે

શું તમે જાણો છો કે ડુંગળીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે

શું તમે જાણો છો કે ડુંગળીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે

ભારતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે

એટલે કે ડુંગળીના ઉત્પાદન મામલે આ રાજ્ય ટોચ પર છે

જો અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો બીજા ક્રમે મધ્યપ્રદેશ છે, દેશના કુલ ડુંગળી ઉત્પાદનમાં રાજ્યનો હિસ્સો 15.23 ટકા છે

ત્રીજા નંબરે કર્ણાટક છે, અહીં ડુંગળીનું 8.93 ટકા ઉત્પાદન થાય છે

ચોથા નંબરે ગુજરાત છે. આ રાજ્યના ખેડૂતો દર વર્ષે 8.21 ટકા ઉત્પાદન કરે છે

ડુંગળીના ઉત્પાદનમાં રાજસ્થાન પાંચમા ક્રમે છે