સચિને 463 વન-ડે મેચમાં 62 વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન સનથ જયસૂર્યાએ 48 વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના નામે કર્યો છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 36 વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. સાઉથ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર જેક કાલિસે 32 વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે રિકી પોન્ટીંગે વન-ડે ક્રિકેટમાં 31 વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના નામે કર્યો છે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ 398 મેચમાં 32 વખત આ એવોર્ડ જીત્યો છે. વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ બેટ્સમેન વિવ રિચાર્ડ્સે વન-ડેમાં 31 વખત પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો છે. ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 31 વખત પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પોતાના નામે કર્યો છે.