સમયની સાથે રમતની દુનિયા બિઝનેસના હિસાબે એક મોટું માર્કેટ બની ગયું છે વર્તમાન સમયમાં રમતની દુનિયાની વાર્ષિક રેવન્યૂ 620 બિલિયન યુએસ ડોલર છે આ રેવન્યૂનું સૌથી મોટું કારણ વિશ્વમાં રમાતી સ્પોર્ટ્સ લીગ છે. જેમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવે છે વર્તમાન સમયમાં વિશ્વની સૌથી મોંઘી સ્પોર્ટ્સ લીગ નેશનલ ફૂટબોલ લીગ છે નેશનલ ફૂટબોલ લીગની વાર્ષિક રેવન્યૂ 10.8 બિલિયન યુએસ ડોલર છે સૌથી મોંઘી સ્પોર્ટ્સ લીગમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ ચોથા સ્થાને છે. આઈપીએલની રેવન્યૂ 7 બિલિયન યૂએસ ડોલર ગણાવાઈ છે માત્ર બે મહિના ચાલતી આઈપીએલ કમાણીના મામેલ વિશ્વની અનેક જાણીતી સ્પોર્ટ્સ લીગને પાછળ રાખી છે આઈપીએલ કમાણીનો સૌથી મોટો સ્ત્રોત મીડિયા રાઇટ્સ, નવી ટીમ સામેલ થવી અને ઘણા સ્પોન્સર છે વિશ્વની જાણીતી ફૂટબોલ લીગ ઈંગ્લિશ પ્રીમિયર લીગ આ લિસ્ટમાં 5.3 બિલિયન યૂએસ ડોલર સાથે 5મા સ્થાન પર છે ટોપ 5 મોંઘી સ્પોર્ટ્સ લીગમાં નંબર 2 પર મેજર લીગ બેસબોલ અને નંબર 3 પર એનબીએ છે