અંકિતા લોખંડે જ્યારે પણ સોશિયલ મીડિયા પર ફોટો અથવા વિડિયો મૂકતી રહે છે. પોતાના આ ફોટોથી અભિનેત્રી હંમેશા તેના ચાહકોને ચોંકાવતી રહે છે. તાજેતરમાં જ અંકિતાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ગરમાવો લાવી દીધો છે. અંકિતાએ તેના ઓહ-સો-સેક્સી કહી શકાય તે કેટેગરીના ફોટા શેર કર્યા છે. અંકિતાએ ભૂરા રંગના ગાઉનમાં ડીપ નેકલાઇન સાથે પોઝ આપ્યા છે. તેણીએ થાઈ હાઈ ગાઉનમાં ગરમાગરમ ફોટોશૂટ કરાવ્યું હતું. મેકઅપ અને ગોલ્ડન એરિંગ્સ સાથે અંકિતા આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગતી હતી. પોસ્ટ શેર કરતા જ ચાહકો જાણે રીતસરના ઘાયલ થઈ ગયા હતા. એક ચાહકે લખ્યું, આ દિવા અદભૂત લાગે છે. અભિનેત્રી અમૃતા ખાનવિલકરે પણ લખ્યું હતું, 'Wowwwww'.