ટીવી એક્ટ્રેસ રતન રાજપૂત તેની એક્ટિંગ દ્વારા આજે ઘરે ઘરે જાણીતું નામ બની ગઈ છે એક્ટ્રેસ બનતાં પહેલા તેણે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો તાજેતરના ઈન્ટરવ્યૂમાં તેણે પોતાના સ્વાસ્થ્યને લઈ વાત કરી હતી એક્ટ્રેસે કહ્યું કે તે ગંભીર બીમારીથી પીડાય છે અને આ કારણે તેની કરિયર પણ પ્રભાવિત થઈ છે રતને કહ્યું, મને ઓટોઈમ્યૂન બીમારી થઈ હતી, જેની અસર મારી આંખો પર પડી હતી એક્ટ્રેસ અનુસાર આ બીમારી લાખોમાંથી કોઈ એકને થાય છે તેણે કહ્યું આ બીમારીના કારણે તે સૂર્ય સામે જઈ શકતી નહોતી તેમાંથી બહાર નીકળવા માટે ચશ્મા પહેરવા પડતા હતા, જેને લઈ લોકો મજાક ઉડાવતા હતા લોકો કહેતા હતા કે એક્ટ્રેસને મેકઅપની કોઈ જાણકારી નથી તેનો મેકઅપ કેવો છે, વાળ કેવા છે અને આ કેવા કાળા રંગના ચશ્મા પહેરીને ફરી રહી છે તેમ કહેતા (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)