અભિનેત્રી ઉર્ફી જાવેદ ઉત્તર પ્રદેશના લખનૌની છે. ઉર્ફી માસ કોમ્યુનિકેશનમાં મેજર છે તેને શરૂઆતથી જ એક્ટિંગનો શોખ હતો ઉર્ફી જાવેદ પોતાની કારકિર્દી બનાવવા માટે ખૂબ જ નાની ઉંમરે મુંબઈ આવી હતી. વર્ષ 2016માં તેને બડે ભૈયા કી દુલ્હનિયામાં અવની પંતનું પાત્ર ભજવવાની તક મળી. આ પછી તેને સિરિયલ ચંદ્ર નંદિની મળી જેમાં તે છાયાના રોલમાં જોવા મળી હતી. ઉર્ફીનું નામ મેરી દુર્ગા શોથી ફેમસ થયું હતું. ઉર્ફી બેપન્નાહ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કસૌટી જીંદગી કે જેવી સિરિયલોનો પણ ભાગ રહી ચુકી છે. વર્ષ 2020માં તે એટલી લોકપ્રિય બની કે 2021માં તેને બિગ બોસ ઓટીટીમાં જવાની તક મળી. જ્યારે તે બિગ બોસ ઓટીટીની પ્રથમ સિઝનમાં જોવા મળી હતી, ત્યારે તે યુવાનોમાં છવાઈ ગઈ હતી.