ઉર્મિલા માતોંડકર આજે પોતાનો 48મો જન્મદિવસ મનાવી રહી છે. ઉર્મિલાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. ફિલ્મ માસૂમમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરાઇ હતી. ઉર્મિલા પોતાની પ્રોફેશનલ લાઇફથી વધુ પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતી હોય છે. ઉર્મિલા માતોંડકરે પોતાની ફિલ્મી કરિયરમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે તેને રામ ગોપાલ વર્માની ફિલ્મ રંગીલાથી ઓળખ મળી હતી. આ ફિલ્મ બાદ તે રંગીલા ગર્લ તરીકે ઓળખાવા લાગી હતી. રામ ગોપાલ વર્મા અને ઉર્મિલા માતોંડકરે પોતાના અફેરને ક્યારેય સ્વીકાર કર્યો નથી પરંતુ રામ ગોપાલના કારણે ઉર્મિલા પોતાના કરિયરમાં ટોપ પર પહોંચી હતી. બંન્નેએ સાથે 13 ફિલ્મોમાં કામ કર્યું છે. રામ ગોપાલ વર્મા સાથે કામ કરવાના કારણે અન્ય ડિરેક્ટર્સે ઉર્મિલા સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે ઉર્મિલાનું કરિયર ડૂબી ગયુ ત્યારબાદ તે ઇન્ડસ્ટ્રીમાંથી ગુમ થઇ ગઇ હતી. બાદમાં ઉર્મિલાએ કાશ્મીરની એક મોડલ અને બિઝનેસમેન મોહસિન અખ્તર મીર સાથે લગ્ન કરી લીધા, મોહસિન ઉર્મિલાથી ઉંમરમાં 10 વર્ષ નાના છે.