બોલિવૂડ અને ટીવીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે ઇન્ડસ્ટ્રીમાં સફળ રહી છે પરંતુ તેમનું અંગત જીવન ઘણી ખરાબ પરિસ્થિતિઓમાંથી પસાર થયું છે. ટીવી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયાએ નેગેટિવ રોલમાં પણ ખૂબ પ્રશંસા મેળવી છે ઉર્વશીએ નેગેટિવ ભૂમિકાઓ ભજવીને અનેક અભિનેત્રીઓને પાછળ છોડી દીધી. ઉર્વશીએ ટેલિવિઝન સિરિયલ 'કસૌટી ઝિંદગી કી'માં નેગેટિવ રોલમાં શાનદાર અભિનય કર્યો હતો. આ સિરિયલના મુખ્ય પાત્રો અનુરાગ અને પ્રેરણા હતા. પ્રેરણાનું પાત્ર શ્વેતા તિવારીએ ભજવ્યું હતું. 16 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા. 17 વર્ષની ઉંમરે ઉર્વશીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. ઉર્વશીએ લગ્નના 2 વર્ષ બાદ જ તેના પતિથી છૂટાછેડા લીધા હતા. આ સમયે તેમની ઉંમર માત્ર 18 વર્ષની હતી. આ ઉપરાંત તે બિગ બોસ 6 ની વિનર પણ રહી ચુકી છે. All Photo Credit: Instagram