ભારતે વર્લ્ડકપ 2023માં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હાર આપી હતી જે ભારતની વર્લ્ડકપ 2023માં સતત પાંચમી જીત હતી જીત બાદ ટીમ ઈન્ડિયા પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે કોહલીએ શાનદાર 95 રનની ઈનિંગ રમી હતી જ્યારે વિરાટ કોહલી રમતો હતો ત્યારે 4.3 કરોડ દર્શક એક સાથે મેચ જોતા હતા આ મેચના લાઇવ સ્ટ્રિમિંગ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે આ પહેલા વર્લ્ડકપ 2023માં ભારત-પાકિસ્તાન મેચને 3.5 કરોડ લોકોએ જોઈ હતી જેને કોહલી માટે લોકોની દિવાનગી કહી શકાય છે જેના કારણે આટલી મોટી સંખ્યામાં દર્શકો કોહલીની બેટિંગનો આનંદ માણે છે વ્યુઅરશિપ મામલે CSK vs GT વચ્ચે રમાયેલી 2023ની IPL ફાઈનલ મેચ છે