વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મુકાબલો રમાશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેગા મુકાબલો રમાશે ભારત અને પાકિસ્તાને અત્યાર સુધીમાં પોતાના બંને મુકાબલામાં જીત હાંસલ કરી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના આંકડા પર નજર કરીએ તો અહીં કુલ કુલ 27 વન ડે રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે 14 જીત મેળવી છે, રનનો પીછો કરતી ટીમ 13 વખત જીતી છે. પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 243 છે સર્વોચ્ચ સ્કોર 365 રન છે અને ન્યૂનતમ સ્કોર 85 રન છે. ટોસ જીતનારી ટીમ 16 વખત વિજેતા બની છે. ટોસ હાર્યા બાદ 11 ટીમ મેચ જીતી છે આ મેદાન પર સૌથી સફળ રન ચેઝ 325 છે.