તેલંગણામાં સમલૈગિક પુરુષોએ એક દાયકાના લાંબા સંબંધો માટે હવે લગ્ન કરી લીધા છે.



ગે કપલમાં એક વ્યક્તિનું નામ સુપ્રીમો ચક્રવતી જેની ઉંમર 31 વર્ષની છે અને બીજાનું નામ અભય ડાંગ છે જેની ઉંમર 34 વર્ષ છે.



ગે કપલે કહ્યું કે હાલમાં તેઓ લગ્નનું રજીસ્ટ્રેશન કરાવી શક્યા નથી.



બંન્નેએ પહેલા એકબીજાને રિંગ પહેરાવી અને બાદમાં એક રિસોર્ટમાં લગ્નનું ફંક્શન યોજાયુ હતુ.



તેમના લગ્ન ફંક્શનમાં પરિવારના લોકો અને મિત્રો સામેલ થયા હતા.



આ તસવીરોમાં તેઓ ખૂબ ખુશ જોવા મળી રહ્યા હતા.



ગે કપલની મિત્ર સોફિયા ડેવડે આ લગ્ન કરાવ્યા હતા જે પોતે એક એલજીબીટુક્યુ સમુદાયથી આવે છે