વિશ્વમાં યહૂદીઓની વસ્તી ઘણી ઓછી છે ઇઝરાયેલ એકમાત્ર યહૂદી બહુમતી દેશ છે વિશ્વભરમાં અંદાજે 15.7 મિલિયન (1.57 કરોડ) યહૂદીઓ છે તેમાંથી લગભગ 72 લાખ યહૂદીઓ એકલા ઈઝરાયેલમાં રહે છે. કુલ યહૂદી વસ્તીના લગભગ 46 ટકા ઇઝરાયેલમાં રહે છે. અમેરિકામાં લગભગ 6 મિલિયન યહૂદીઓની વસ્તી છે. અમેરિકા બીજો દેશ છે જ્યાં સૌથી વધુ યહૂદીઓ રહે છે. આ પછી ફ્રાન્સ, કેનેડા અને બ્રિટન આવે છે. આ દેશો સિવાય અન્ય દેશોમાં પણ યહૂદી લોકો રહે છે. ઇઝરાયેલમાં યહૂદીઓ ઉપરાંત અન્ય ધર્મના લોકો પણ રહે છે.