વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મુકાબલો રમાશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેગા મુકાબલો રમાશે પાકિસ્તાનની ટીમ 7 વર્ષ બાદ ભારતમાં રમવા આવી છે ભારત અને પાકિસ્તાને અત્યાર સુધીમાં પોતાના બંને મુકાબલામાં જીત હાંસલ કરી છે આ વખતે ભારત – પાકિસ્તાન મેચમાં આ 5 ચીજો અલગ હશે પાકિસ્તાનની ટીમ પ્રથમ વખત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે વર્લ્ડકપ 2019થી અત્યાર સુધીમાં બંને ટીમના કેપ્ટન બદલાઈ ચુક્યા છે આ વખતે મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર રમતો નહીં જોવા મળે 2019ના વર્લ્ડકપથી 2023ના વર્લ્ડકપ સુધીમાં આખી પાકિસ્તાની ટીમ બદલાઈ ચુકી છે ભારત-પાક. વર્લ્ડકપ મેચમાં પ્રથમ વખત આઈસીસી વન ડે રેન્કિંગમાં ટોચના બે બેટ્સમેનો સામે સામે રમશે