સ્ટાઇલિશ દેખાવા માટે રોજ હાઈ હીલ્સ પહેરવાની આદત લાંબા ગાળે શરીરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.



સતત હીલ્સ પહેરવાથી કમરના નીચેના ભાગમાં દુખાવો થઈ શકે છે, કારણ કે તેનાથી કરોડરજ્જુની સ્થિતિ બગડે છે.



ઊંચી એડી પહેરવાથી શરીરનું વજન ઘૂંટણ પર આવે છે, જેનાથી ઘૂંટણમાં કાયમી દુખાવો થઈ શકે છે.



તેનાથી પગના પંજા અને આંગળીઓ પર સતત દબાણ રહે છે, જે પણ દુખાવાનું કારણ બને છે.



સંશોધન મુજબ, વધુ પડતી હીલ્સ કરોડરજ્જુનો કુદરતી આકાર બગાડી શકે છે.



ખાસ કરીને 4 ઇંચથી વધુ ઊંચી હીલ્સ શરીરની મુદ્રા (પોશ્ચર) ખરાબ કરી દે છે.



કેવી હીલ્સ પહેરવી: ડોક્ટરના મતે, 2 ઇંચથી વધુ ઊંચી હીલ્સ પહેરવાનું ટાળવું જોઈએ.



દરરોજ હીલ્સ પહેરવાને બદલે, ખાસ પ્રસંગો પર જ પહેરવાનો આગ્રહ રાખો.



પેન્સિલ હીલ્સને બદલે બ્લોક હીલ્સ કે પ્લેટફોર્મ હીલ્સ પહેરવી વધુ સુરક્ષિત છે.



હંમેશા આરામદાયક અને ગાદીવાળા સોલ ધરાવતી હીલ્સ જ પસંદ કરો.