સરકાર તરફથી મહિલાઓ માટે ઘણા હેલ્પલાઈન નંબર છે. આ હેલ્પલાઈન નંબર મહિલાઓની સુરક્ષા માટે જારી કરવામાં આવ્યા છે. મહિલાઓ મુશ્કેલીમાં હોય તો 1090 અને 1091 ડાયલ કરી શકે છે. જો તમે ઘરેલુ હિંસાનો શિકાર છો, તો તમે 181 પર કૉલ કરી શકો છો. ચાઈલ્ડ હેલ્પલાઈન માટે 1098 નંબર પર કોલ કરવાનો રહેશે. પોલીસની મદદ માટે તમે 100 અથવા 112 પર કૉલ કરી શકો છો. તમે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ તરફથી મદદ માટે 14433 પર કૉલ કરી શકો છો. ટ્રેનમાં મુસાફરી દરમિયાન મહિલાઓ કોઈપણ સમસ્યા અંગે ફરિયાદ પણ કરી શકે છે. આ માટે તમે 182 પર કોલ કરી શકો છો મહિલાઓ આ હેલ્પલાઈન નંબરોને તેમના મોબાઈલમાં સેવ કરી શકે છે