આજના સમયમાં 30-40 વર્ષની મહિલાઓમાં સ્તન કેન્સર મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે.



સામાન્ય રીતે સ્ત્રીઓ મોટી ઉંમરે સ્તન કેન્સરનું સ્ક્રીનીંગ કરાવે છે



કારણ કે ઘણી વાર એવું માનવામાં આવે છે કે સ્તન કેન્સર અંતના તબક્કામાં વિકસે છે.



તાજેતરના ઘણા અભ્યાસો દર્શાવે છે કે હવે 40 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં પણ સ્તન કેન્સર ઝડપથી વધી રહ્યું છે.આ માટે આપણી ખરાબ જીવનશૈલી જવાબદાર છે



મહિલાઓનું ધૂમ્રપાન, સ્થૂળતાના વધતા કેસ, આનુવંશિક કારણો, મેનોપોઝમાં વિલંબ વગેરેનો સમાવેશ થાય છે



આ બધા કારણો એકસાથે સ્તન કેન્સરનું જોખમ વધારે છે. દરેક મહિલાને 30 વર્ષ પછી સ્તન કેન્સર માટે મેમોગ્રાફી કરાવવાની સલાહ આપવામાં આવે છે



સ્તન કેન્સરથી બચવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવો.



ધૂમ્રપાન ટાળો. જો કુટુંબમાં કોઈને સ્તન કેન્સર થયું હોય તો તમારી જાતને નિયમિતપણે તપાસતા રહો.



સ્તન કેન્સરની તપાસ માટે દર બે વર્ષે મેમોગ્રાફી કરાવો. દરરોજ વ્યાયામ કરો અને તમારું વજન નિયંત્રણમાં રાખો.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો