મહિલાઓમાં દારૂ પીવાનો વધતો શોખ ખતરનાક બની શકે છે.



આ કારણે પ્રેગનન્સી પહેલા અને પ્રેગનન્સી દરમિયાન ઘણા જોખમોનો સામનો કરી શકે છે.



ગર્ભાવસ્થા દરમિયાન આલ્કોહોલનું સેવન કરવાથી માત્ર માતા જ નહીં પરંતુ બાળકના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.



હેલ્થ એક્સપર્ટના મતે મહિલાઓએ આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ નહીંતર તેના પરિણામો ગંભીર હોઈ શકે છે.



ગાયનેકોલોજિસ્ટના મતે દરરોજ ભારે દારૂ પીવાથી ઇન્ફર્ટિલિટીની સમસ્યા થઇ શકે છે



દારૂ પીવાથી સ્ત્રીઓમાં ઓવ્યુલેશન ઘટવાનો ખતરો રહે છે. આનાથી ગર્ભધારણ કરવામાં મુશ્કેલી થઈ શકે છે.



જો સ્ત્રી કોઈક રીતે ગર્ભ ધારણ કરે તો પણ તેની આડઅસર ગર્ભમાં જોવા મળે છે.



સ્ત્રીની દારૂ પીવાની આદત બાળકમાં અનેક વિકૃતિઓનું કારણ બની શકે છે.



નેધરલેન્ડના ઈરાસ્મસ મેડિકલ સેન્ટરે એક સંશોધન કર્યું હતું



જેમાં જાણવા મળ્યું કે અઠવાડિયામાં માત્ર એક ગ્લાસ આલ્કોહોલ પીવાથી ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો ચહેરો કાયમ માટે બદલાઈ શકે છે.



ગર્ભાવસ્થા દરમિયાન આલ્કોહોલનું સેવન કરવાથી બાળકમાં ફીટલ આલ્કોહોલ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર થઈ શકે છે.



તેનાથી બાળકના ચહેરા અને મન પર અસર થઈ શકે છે. તે માનસિક રીતે નબળા પણ હોઈ શકે છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો