જ્યારે જ્વાળામુખી ફાટી નીકળે ત્યારે ગરમ મેગ્મા બહાર આવે છે આ લાલ પીળા પ્રવાહીને લાવા કહેવામાં આવે છે પરંતુ એક જ્વાળામુખી છે જેમાંથી વિવિધ રંગનો લાવા બહાર આવે છે. આ જ્વાળામુખી ઈન્ડોનેશિયામાં છે તે કાવાહ ઇજેન તરીકે ઓળખાય છે. આ જ્વાળામુખીમાંથી વાદળી રંગનો લાવા નીકળે છે પરંતુ આ લાવા વાસ્તવમાં વાદળી નથી રાસાયણિક પ્રક્રિયાને કારણે આપણે વાદળી રંગનો લાવા જોઈએ છીએ. જ્વાળામુખીમાંથી નીકળતો સલ્ફ્યુરિક ગેસ ઓક્સિજન સાથે પ્રતિક્રિયા આપે છે આ પ્રતિક્રિયા વાદળી પ્રકાશ ઉત્પન્ન કરે છે