બાંગ્લાદેશમાં હિંસા બાદ વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું છે. જાણીએ શેખ હસીનાની રાજકીય કરિયર વિશે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શેખ હસીનાનો જન્મ 28 સપ્ટેમ્બર, 1947ના રોજ પૂર્વ બંગાળના તુંગીપારાના એક બંગાળી મુસ્લિમ શેખ પરિવારમાં થયો હતો.

હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન હતા, જેમને બાંગ્લાદેશના સ્થાપક પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે

વર્ષ 1981: 'આવામી લીગ પાર્ટી'ના પ્રમુખ તરીકે ચૂંટાયા.

વર્ષ 1991: બાંગ્લાદેશની પાંચમી સંસદમાં વિરોધ પક્ષના નેતા બન્યા.

વર્ષ 1996: બાંગ્લાદેશના બીજા મહિલા વડાંપ્રધાન તરીકે ચૂંટાયા અને શપથ લીધા.

વર્ષ 2001: ચૂંટણી હારી અને આગામી સાત વર્ષ સુધી સરકારનો વિરોધ કરતી પાર્ટીનું નેતૃત્વ કર્યું.

વર્ષ 2009: બીજી વખત વડાંપ્રધાન તરીકે ચૂંટાયા.

વર્ષ 2014: ત્રીજી વખત વડાંપ્રધાન તરીકે ચૂંટાયા.

વર્ષ 2018: ચોથી વખત વડાંપ્રધાન તરીકે ચૂંટાયા.

વર્ષ 2024: પાંચમી વખત વડાંપ્રધાન તરીકે ચૂંટાયા.