જાપાનને સૌથી પહેલા સૂર્યોદયની ધરતી માનવામાં આવતી હતી પરંતુ જ્યારથી તમામ દેશોમાં GMT ટાઇમને માન્યતા આપવામાં આવી છે ત્યારથી આ સન્માન ન્યૂઝીલેન્ડ પાસે જતું રહ્યું છે ન્યૂઝીલેન્ડનો સમય GMT+13 છે બીજી તરફ જાપાનનો સમય GMT+9 છે જે સમયે ન્યૂઝીલેન્ડમાં સવારે 6 વાગ્યા હોય છે ત્યારે તે સમયે જાપાનમાં રાત્રે 2 વાગ્યા હોય છે આ ઉપરાંત જ્યારે પણ નવા વર્ષની વાત આ છે ત્યારે સૌથી પહેલા ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષનો જશ્ન મનાવવામાં આવે છે આ રીતે સૌથી પહેલો સૂરજ ન્યૂઝીલેન્ડમાં નીકળે છે