ગ્રીન લેધર બ્લેઝરમાં યામી ગૌતમે બતાવી અદાઓ બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમે તાજેતરમાં જ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તસવીરોમાં યામી ગૌતમ ખૂબ સ્ટાઇલિશ લાગી રહી છે. આ દિવસોમાં યામી ગૌતમ તેની આગામી ફિલ્મ અ થર્સડેનું પ્રમોશન કરી રહી છે. તસવીરોમાં યામી ગૌતમ પોતાના ખિસ્સામાં હાથ રાખીને લેડી બોસની જેમ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તે એકદમ સ્ટનિંગ લાગી રહી છે. યામી ગૌતમ ક્યારેક ટ્રેડિશનલ લુકમાં તો ક્યારેક ગ્લેમરસ અંદાજમાં તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવે છે. યામીના ઈન્સ્ટાગ્રામ પર 14.7 મિલિયન ફોલોઅર્સ છે. તમામ તસવીરો યામી ગૌતમના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.