યામી ગૌતમ એક્ટિંગમાં કરિયર બનાવતા પહેલા આઈએએસ બનવાનું સપનું જોતી હતી. એક દિવસ તેના પિતાના મિત્ર યામીના ઘરે આવ્યા, જેની પત્ની ટેલિવિઝન સિરિયલોની અભિનેત્રી હતી. આ દરમિયાન તેની નજર યામી પર પડી યામીને મળ્યા બાદ તેણે યામીની માતાને થિયેટર સાથે જોડાવાની સલાહ આપી. તેણે યામીની તસવીરો લીધી અને મુંબઈના ઘણા પ્રોડક્શન હાઉસને મોકલી. યામી એક્ટિંગમાં આવતા પહેલા કાયદાના અભ્યાસમાં વ્યસ્ત હતી. યામી કાયદાનો અભ્યાસ છોડીને એક્ટર બનવા માંગતી હતી અને તેણે આ વાત તેની માતા સાથે શેર કરી. ત્યારબાદ અભિનેત્રીએ કાયદાનો અભ્યાસ છોડીને મોડલિંગ કરવાનું શરૂ કર્યું તે સમયે યામી માત્ર તેના અભ્યાસ પર ધ્યાન આપવા જઈ રહી હતી. યામીએ સિરિયલ ચાંદ કે પાર ચલોથી અભિનયની શરૂઆત કરી હતી અને તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી હવે આજે યામી ગૌતમ મોટી અભિનેત્રી બની ગઈ છે.