તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે જાઓ છો અને તમારે 100 રૂપિયા ચૂકવવા પડશે, પરંતુ તમારા ખાતામાં માત્ર 99.90 રૂપિયા બાકી છે. આવા સંજોગોમાં તમે તે ચુકવણી કરી શકશો નહીં

પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. હવે આવા પ્રસંગોએ અથવા ખાતામાં ઝીરો બેલેન્સ હોય તો પણ તમારી UPI એપ દ્વારા પેમેન્ટ કરવામાં આવશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તમામ બેંકોને તેમના ગ્રાહકોને UPI પર 'ઝીરો બેલેન્સ' હોવા છતાં પણ પેમેન્ટ કમ્પ્લીશન સર્વિસ આપવાનો નિર્દેશ આપ્યો છે.

વાસ્તવમાં RBIએ બેંકોને UPI સાથે 'Buy Now, Pay Later' જેવી સેવાઓ ઉમેરવા કહ્યું છે. આ 'UPI Now, Pay Later' સેવા તરીકે ઓળખાશે

બેંક ગ્રાહકોને તેમના બેંક ખાતુ ખાલી હોવા છતાં પણ UPI દ્વારા ચુકવણી કરવાની મંજૂરી આપશે.

લોકોમાં UPIની લોકપ્રિયતા અને ઉપયોગમાં સરળતાને ધ્યાનમાં રાખીને સરકાર અને RBI તેને 'સુપર એપ' અથવા 'સુપર પ્રોડક્ટ' બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

અગાઉ, લોકોને તેમના UPI ID સાથે ફક્ત બચત ખાતા, ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ્સ, પ્રીપેડ વોલેટ્સ અને ક્રેડિટ કાર્ડ્સને લિંક કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

હવે આરબીઆઈએ બેંકોને 'પ્રી-એપ્રુવ્ડ ક્રેડિટ લાઇન' દ્વારા પણ UPI પેમેન્ટ કરવાની પરવાનગી આપી છે, એટલે કે, બેંક ખાતું સ્વચ્છ હોવા છતાં, UPI દ્વારા તરત જ ચુકવણી કરવામાં આવશે.