માલદીવમાં રાજકીય સંકટ ઘેરાયું, ચીફ જસ્ટિસ અને પૂર્વ રાષ્ટ્રપતિની કરાઇ ધરપકડ
કોર્ટે રાષ્ટ્રપતિ અબ્દુલ્લાની પાર્ટીથી અલગ થયેલાં અને બાદમાં બર્ખાસ્ત કરવામાં આવેલા 12 ધારાસભ્યોને છોડી મુકવાના પણ ઓર્ડર આપ્યાં હતા. સરકારે કોર્ટનો આ ઓર્ડર માનવાનો ઈન્કાર કરી દીધો છે. માલદિવમાં 2008માં લોકશાહીની સ્થાપના થઈ હતી. મોહમ્મદ નશીદ લોકતાંત્રિક રૂપથી ચૂંટાયેલાં માલદિવના પહેલાં રાષ્ટ્રપતિ હતા. 2015માં તેઓને આતંકવાદી વિરોધી કાયદા અંતર્ગત સત્તા પરથી હટાવવામાં આવ્યાં હતા.નશીદ દેશના પહેલાં ચૂંટાયેલા નેતા છે. તેઓ હાલ બ્રિટનમાં નિર્વાસિત જીવન વિતાવી રહ્યાં છે અને પોતાના રાજકીય હક્કોને માન્યતા મળે તેનાં પ્રયાસો કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુરૂવારે સુપ્રીમ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ સહિત 9 લોકો વિરૂદ્ધ દાખલ એક મામલાને ફગાવી દીધો હતો. જેમાં કેદ કરવામાં આવેલાં નેતાઓને છોડી મુકવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા. નશીદ દેશને પહેલાં ઈલેક્ટ થયેલાં લીડર છે. હાલ તેઓ બ્રિટનમાં નિર્વાસિત જીવન વિતાવી રહ્યાં છે.
ઇમર્જન્સી લગાવ્યા પછી આર્મીએ વિવિધ જગ્યાએ દરોડા પાડ્યા છે. નાગરિકોના દરેક અધિકાર રદ કરી દેવામાં આવ્યા છે. સેના કોઈપણ વ્યક્તિની ધરપકડ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દેશની સુપ્રીમ કોર્ટે 9 રાજનેતાઓને છોડી મુકવાના આદેશ આપ્યા હતા. રાષ્ટ્રપતિ યામીને આ આદેશ માનવાથી ઇનકાર કરી દીધો હતો, ત્યારબાદ અહીં રાજકીય સંકટ ઉભું થઇ ગયું હતું.
બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલયે માલદીવમાં રહેતા ભારતીય નાગરિકોને એલર્ટ રહેવા કહ્યું છે. તે ઉપરાંત લોકોને હાલ માવદીવ ન જવાની પણ સલાહ આપવામાં આવી છે.
માલેઃ માલદીવમાં ઇમર્જન્સી બાદ રાજકીય સંકટ વધુ ઘેરાયું છે, રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને ઇમર્જન્સી લગાવ્યાની થોડીવાર બાદ જ અહીંના પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમ અને ચીફ જસ્ટીસને અરેસ્ટ કરી લેવાયા છે. તેમની પુત્રીએ ટ્વીટર પર આ માહિતી આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -