આ છે વિશ્વની સૌથી જાડી મહિલા! પથારીમાંથી ઉઠી પણ નથી શકતી, જાણો કેટલું છે વજન?
ઇમાનની મોતની આશંકાથી ડરી ગયેલ તેના પરિવારે એક ઓનલાઈન અરજી કરીને મિસ્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સિસીને સારવાર માટે મદદની અપીલ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇમાન જ્યારે નાની હતી, ત્યારે તેપોતાના હાથની મદદથી આમ તેમ ફરી શકતી હતી, પરંતુ 11 વર્ષની ઉંમર આવતા તેપોતાના ભારી ભરકમ શરીરને કારણે ઉભી થઈ શકતી ન હતી અને ઘરમાં માત્ર થોડી હરીફરી શકે તેટલી સક્ષમ રહી. સેરેબ્રલ સ્ટ્રોક થયા બાદ તેને પ્રાઈમરી સ્કૂલ છોડવી પડી અને તે સંપૂર્ણ રીતે પથારીવશ થઈ ગઈ. ત્યાર બાદ ઇમાન બિલકુલ શિથિલ અને કંઈપણ કરી શકવામાં અસમર્થ થઈને માત્ર પોતાના ઘરમાં પડી રહે છે.
ભોજન કરવા, કપડા બદલવા અને સાફ-સફાઈ સહિત અન્ય દૈનિક કાર્ય માટેતે પોતાની માતા અને બહેન ચાયમા અબ્દુલાતી પર નિર્ભર છે. અર અરેબિયા અનુસાર જન્મનાસમયે જ તેનું વજન અસામાન્યરીતે 5 કિલોગ્રામ હતું. ડોક્ટરોએ તેને એલિફેન્ટાઈસિસથી પિડિત ગણાવી છે. આ એક પરજીવી સંક્રમણ છે, જેમાં પગનીપિંડીમાં સોજા આવી જાય છે. ડોક્ટરોએ એણ કહ્યું કે, ગ્રંથિઓમાં ખરાબીને કારણે તેના શરીરમાં જરૂર કરતાં વધારે પાણી જમા થઈ જાય છે.
કાહિરાઃ તમે વિશ્વાસ નહીં આવે, પરંતુ મિસ્રની આ મહિલાનું વજન 500 કિલોગ્રામ છે. મીડિયા અહેવાલ અનુસાર તેને વિશ્વની સૌથી જાડી મહિલા ગણવામાં આવી રહી છે. 36 વર્ષની ઇમાન અહમદ અબ્દુલાતી 25 વર્ષથી એલેક્ઝેન્ડ્રિયા સ્થિત પોતાના ઘરની બહાર નથી નીકળી. ડેઈલે મેલના અહેવાલ અનુસાર તે પોતાના ભીમકાય શરીરને કારણે પથારીમાં ઉઠી પણ નથી શકતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -