ચીનના જેક માની કંપની Alibabaને અમેરિકાએ ફરી કરી બ્લેક લિસ્ટ, જાણો શું કારણ આપ્યું
વર્ષ 2014માં અલીબાબાએ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જના સૌથી મોટા આઈપીઓ દરમિયાન ઓન રેકોર્ડ 25 અબજ ડોલરના સ્ટોક વેચ્યા હતા. પરંતુ ફરીથી તેને બ્લેકલિસ્ટમાં મૂકવાને કારણે તેનિ પ્રતિષ્ઠાને ફટકો પડ્યો છે. વર્ષ 2015માં ચીનના નિયમનકારોએ એક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે અલીબાબાએ પોતાની વેબસાઈટ પર નકલી સામાનના સેલને રોકવા માટે કંઈ ન કર્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકન એપરેલ એન્ડ ફુટવેર એસોસિએસનના વાઈસ પ્રેસિડન્ટ સ્ટીફન લેમરે કહ્યું કે, અલીબાબાના કારણે ઘણાંબધા લોકો પરેશાન છે. આવા લોકોમાં એ અમેરિકન કંપની પણ સામેલ છે જેમણે નકલી સામાનને કારણે પોતાનો ધંધો ગુમાવ્યો છે. બીજી બાજુ અલીબાબા ગ્રુપ પ્રસિડન્ટ માઇકલ ઇવાન્સે કહ્યું કે, કંપની આ નિર્ણયથી નિરાશ છે. કંપનીએ વિતેલા 4 વર્ષમાં પોતોની માર્કેટ પોલિસીને વધારે મજબૂત બનાવી છે. ઇવાન્સે સવાલ ઉઠાવ્યા કે શું અમેરિકન વેપાર પ્રતિનિધિ કાર્યાલય દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય યોગ્ય તથ્યો પર આધારિત છે કે પછી હાલના રાજનીતિક સ્થિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવીએ કે, રાષ્ટ્રપતિ ચૂંટણી કેમ્પેન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર બૌદ્ધિક સંપદા ચોરવાનો આરોપ લગાવ્યો હતો.
ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબા અમેરિકાની એવી કંપનીઓની યાદીમાં આ વર્ષે પણ સામેલ થઈ ગઈ જે નકલી સામાન વેચતી હોય. અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલયે બુધવારે કહ્યું કે, કંપની ઘણાંબધા નકલી સામાન વેચે છે અને જ્યારે ફરિયાદ આવે છે તો તેને મોડેથી સાંભળે છે. આ પહેલા કાર્યાલયે વર્ષ 2012માં અલીબાબા પરથી પ્રતિબંધ હટાવી લીધો હતો, પરંતુ અમેરિકામાં અનેક વેપાર સંગઠનોએ ફરી તેને બ્લેકલિસ્ટની યાદીમાં મૂકી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -