Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
લાદેનના ઈશારે થઈ હતી બેનઝીરની હત્યા, આઈએસઆઈનો દાવો
બિલાવલે આરોપ લગાવ્યો કે મુશર્રફે મારી માતાને ધમકી આપી હતી અને કહ્યું હતું કે તેમની સુરક્ષા મારી સાથેના રાજકીય સંબંધ પર નિર્ભર રહેશે. બિલાવલે એવો પણ દાવો કર્યો કે હત્યાના દિવસ પહેલા શાસક પક્ષ દ્વારા સુરક્ષા કવચ પરત લઈ લેવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાન પીપલ્સ પાર્ટી(PPP)ના ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ તેની માતાની 10મી પુણ્યતિથિ પર બુધવારે કહ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ તેની માતાની હત્યા માટે જવાબદાર છે. ટ્રિગર દબાવનારા વ્યક્તિ કરતાં પણ જે પૂર્વ પ્રધાનમંત્રીનું સરક્ષા કવર હટાવ્યું તે વ્યક્તિ વધારે દોષી છે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની હત્યા પાછળ ઓસામા બિન લાદેનનો હાથ હોવાનો ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ દાવો કર્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ બે વખત પાકિસ્તાનના પ્રધાનમંત્રી બેનઝીને મારવાનું કાવતરું અલ-કાયદાના લાદેને રચ્યું હતું અને હત્યા પહેલા તે અફઘાનિસ્તાનમાં આવી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે 27 ડિસેમ્બર 200ના રોજ એક ચૂંટણી રેલી દરમિયાન બેનઝીર ભુટ્ટોની હત્યા કરવામાં આવી હતી. રેલીમાં બોંબ અને ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં 21 અન્ય લોકો ઘાયલ થયા હતા. આઈએસઆઈ મુજબ બેનઝીરની હત્યા માટે લાદેને જ વિસ્ફોટકો ઉપલબ્ધ કરાવ્યા હતા. ગુપ્ત અહેવાલ મુજબ તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે લાદેનને બેનઝીરની હત્યાનો આદેશ આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -