1 મેથી દુબઇમાં ભારતીયો માટે વિઝા ઓન અરાઇવલ
ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોશિએશન મુજબ હાલ કુલ 71 દેશો અને પ્રદેશો ભારતીય પાસપોર્ટ હોલ્ડરને અમુક શરતોને આધારે વિઝા-ફ્રી કે વિઝા-ઓન-અરાઇવલની સુવિધા આપે છે. જેમાંથી 33 દેશો વિઝા -અપોન-અરાઇવલ અને 28 દેશો વિઝા-ફ્રીની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. અમુક દેશો આવી સુવિધા માટે એરપોર્ટ પર જ અમુક ફી લે છે, જ્યારે કેટલાક દેશો તદન મફત આવા વિઝા આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિઝાનું નામ પડે અને ગુજરાતીઓનું ધ્યાન ન ખેંચાઇ એવું તો બનતું હશે. વિશ્વના અનેક દેશોમાં ગુજરાતીઓ સ્થાયી થઇ ડંકો વગાડી રહ્યા છે. આ સાથે વિદેશમાં ફરવા જવાનો ચસ્કો પણ ગુજરાતીઓમાં ધીમે ધીમે વધી રહ્યો છે. જોકે, ગુજરાતીઓના આ શોખ આડે વિઝાનો પ્રશ્ન ખૂબ નડી રહ્યો છે. પરંતુ અમે તમને અહીં એવા કેટલા દેશોની યાદી આપીશું, જ્યાં જવા માટે વિઝાની જરૂર પડતી નથી અથવા જે-તે દેશમાં એરપોર્ટ પર ઉતરો એટલે તરત જ વિઝા આપી દેવામાં આવે છે.
ગલ્ફ ન્યૂઝ પ્રમાણે GDRFAએ કહ્યું કે, અમેરિકન માન્ય વિઝા મેળવેલા ભારતીય પાસપોર્ટ ધારકો માટે 6 મહિના માટે નવી વ્યવસ્થા લાગૂ થયાના પ્રથમ દિવસે અમારા અધિકારીઓએ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા ભારતીય પ્રવાસીનું સ્વાગત કર્યું હતું. પ્રાપ્ત અહેવાલો અનુસાર, અધિકારીઓએ પ્રવાસીની ઓળખાણ આપી નથી. માર્ચના પ્રારંભમાં યુએઈ મંત્રીમંડળે એ ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝા આપવાની મંજૂરી આપી હતી, જેમની પાસે કાં તો માન્ય અમેરિકન વિઝા હોય કાં તો ગ્રીન કાર્ડ હોય. એમ પણ કહેવામાં આવ્યું કે, વિઝા 14 દિવસો માટે માન્ય ગણાશે, અને તેને એક વાર ફરી વધારે 14 દિવસ માટે વધારી શકાય છે.
દુબઇ: અમેરિકન વિઝા ધારક અથવા અમેરિકન ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીયો માટે દુબઇએ વિઝા ઓન અરાઇવલની સુવિધા સક્રિય કરી છે. 1મેથી આ સુવિધા ચાલુ કરાતા દુબઇમાં માન્ય અમેરિકન વિઝા મેળવેલા પ્રથમ ભારતીય પાસપોર્ટ ધારકનું સ્વાગત કરવામાં આવ્યું છે. 1લી મેનાં રોજ આગમન થતા તેને વિઝા આપવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -