ચીનની ફરી અવળચંડાઈઃ આતંકવાદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર ન કરાયો
ચીનના વિદેશ મંત્રાલયનાં સૂત્રોએ કહ્યું છે કે, ‘ચીને આ પ્રસ્તાવનું ખંડન કર્યું છે, કારણ કે તેમાં સર્વસંમતિ સધાઈ નથી. ચીનની ત્રણ મહિનાની આ રોક આજે પૂરી થઈ રહી છે.’ આ સળંગ બીજા વર્ષે ચીને આ પ્રસ્તાવને બ્લોક કર્યો છે. ગયા વર્ષે ચીને આ કમિટી સમક્ષ ભારતના નિવેદન પર અડંગો લગાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅઝહર દ્વારા બનાવાયેલા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદને અમેરિકાએ પહેલેથી જ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનની યાદીમાં મૂક્યું છે. ચીને ઓગસ્ટમાં અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન સમર્થિત પ્રસ્તાવ પર તકનીકી રોકને ત્રણ મહિના માટે લંબાવી હતી. આ પહેલાં ફ્રેબુઆરીમં પણ તેણે આમ કર્યું હતું.
બીજી બાજુ ચીનના આ નિર્ણય પર ભારતે કડક પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સંકુચિત માનસિકતા માટે આતંકવદાને છાવરવું કે ટૂંકી દૃષ્ટિવાળું પગલું અને નુકસાનકારક છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં બેઠેલા જૈશ એ મોહમ્મદના પ્રમુખ અને પઠાનકોટ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર તરફતી વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનના પ્રયત્નમાં ચીન ફરી આડુ ફાટ્યું છે. બીજિંગે કહ્યું કે, કોઈ સર્વસહમતી ન થવાને કારણે આ નિર્ણયને નકારવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -