દુબઈમાં 1,000 ગુજરાતીઓ ફસાયા, ટુર્સ કંપનીએ આ રીતે કરોડો રૂપિયાની કરી છેતરપિંડી, જાણો વિગતે
બીજી બાજુ ગુજરાતીઓ દુબઈ પહોંચ્યા બાદ હોટલોમાં બિલ ન ચુકવાતા હજારો લોકો ફસાયા છે. કારણ કે બિલ ન ચુકવતા હોટેલ મેનેજમેન્ટે પ્રવાસીઓને બહાર જવા દેવાનો ઈન્કાર કરી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક જાણીતી ટ્રાવેલ્સ કંપનીએ જ તેના 90 પ્રવાસીઓ પાસેથી અંદાજે 21 હજાર ડોલર(અંદાજે 14 લાખ રૂપિયા) નોર્થ ટુર્સ કંપનીમાં જમા કરાવ્યા હતા. આ રીતે ગુજરાતની 15 જેટલી કંપનીનાં અંદાજે 1200 પ્રવાસીઓનાં કરોડો રૂપિયા નોર્થ ટુર્સ કંપનીમાં જમા કરાવાયા હતા.
નોર્થ ટુર્સનો માલિક ટુર ઓપરોટરોનાં કરોડો રૂપિયા લઈને પોર્ટુગલ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. જેથી દિવાળી વેકેશન માણવા દુબઈ ગયેલા હજારો ગુજરાતીઓની દિવાળી બગડી હતી. આ ઉપરાંત નોર્થ ટુર્સની અમદાવાદ સ્થિત સ્થિત ઓફિસે પણ તાળા લાગી ગયા છે, જેના કારણે ઓપરેટર્સની હાલત કફોડી બની છે.
આ કેસમાં ટુર્સ કંપનીએ GSTના રૂપિયા બચાવવાની લોભામણી જાહેરાત આપીને પ્રવાસીઓ પાસેથી રોકડા રૂપિયા લીધા હતા. રોકડે વ્યવહાર કર્યો હોવાના કારણે પ્રવાસીઓ પાસે ફરિયાદ કરવા માટે કોઈ પુરાવો પણ નથી.
દુબઈની નોર્થ ટુર્સ નામની ડીએમસી કંપનીએ અનેક ટુર્સ ઓપરેટરો પાસેથી પ્રવાસીઓનાં નામે રૂપિયા ઉઘરાવ્યા હતાં અને છેતરપિંડી કરી હતી. જેના કારણે હાલ દુબઈમાં 1,200 જેટલા ગુજરાતીઓ ફસાયા છે. જોકે તેમની વતન લાવવાની વ્યવસ્થા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર દ્વારા કરવામાં આવી રહી છે.
દુબઈઃ દિવાળી વેકેશન માણવા દુબઈ ગયેલ ગુજરાતીઓ સાથે કરોડોની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દુબઈની ટુર્સ કંપનીએ ટુરના બહાને હજારો ગુજરાતીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. આ માટે કંપનીના માલિક સામે દુબઈ ટુરિઝમ તેમજ ભારતની કોન્સ્યુલેટમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -