ચીનમાં અજીબો ગરીબ પ્રકારનું તળાવ, ઋતુ પ્રમાણે બદલાય છે રંગ
યુનચેંગ તળાવ દુનિયાના એવા ત્રણ તળાવોમાનું એક છે જેમાં સોડિયમ સલ્ફેટ મળી આવે છે. આ તળાવમાંથી મીઠું પણ બનાવવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ છેલ્લા વર્ષે આ તળાવે બધાને ચોંકાવી દીધા હતા, જ્યારે તેનો રંગ લોહી જેવો લાલ થઈ ગયો હતો. તે વખતે દુનિયા ભરના ટૂરિસ્ટો આ તળાવ જોવા આવ્યા હતા.
આ તળાવ 120 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે.
આ તળાવ લગભગ 50 કરોડ વર્ષ જૂનું છે એમ માનવામાં આવે છે. આ તળાવ ખાસ પ્રાકૃતિકના કારણે રંગ બદલે છે. જેનો એક ભાગ ગુલાબી તો બીજો ભાગ લીલો દેખાય છે.
આ તળાવનો રંગ વર્ષોથી આવો જ છે. આ રંગ શિયાળાની ઋતુમાં બદલાય જાય છે જ્યારે તળાવમાં પાણી ઓછું થઈ જાઈ છે.
ચીનના શાંક્શી પ્રાંતમાં આવેલું ‘ડેડ સી’ ખૂબજ પ્રખ્યાત છે. અહીં આવેલું ખારા પાણીનું તળાવ યુનેચેંગ તેના ખૂબસૂરત રંગના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. ઋતુની સાથે સાથે આ તળાવમાં રંગ બદલાતો રહે છે. આ તળાવનો રંગ ગુલાબી અને લીલા રંગનો હોય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -