ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે નરેન્દ્ર મોદીને કહ્યું: મેં ‘દંગલ’ જોઈ, ખૂબ ગમી
ભારત અને પાકિસ્તાન આજે એસસીઓના પૂર્ણ સમયના સભ્ય બન્યા છે. આમિર ખાને પણ કહ્યું હતું કે તેમણે ચીનમાં ફિલ્મ પસંદ કરાશે એવી આશા રાખી હતી પણ આટલી શાનદાર સફળતા વિશે તેને સ્વપ્નેય ખ્યાલ નહોતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચીનમાં આ ૩૩મી એવી ફિલ્મ બની ગઈ છે જેણે એક અબજ યેન (૧૪.૭ કરોડ ડોલર) કરતા પણ વધુ કમાણી કરી છે. શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના વાર્ષિક શિખર સંમેલનમાં બંને દેશોના નેતાઓની વાતચીત પછી વિદેશ સચિવ એસ. જયશંકરે કહ્યું હતું કે શીએ કહ્યું હતું કે દંગલ ચીનમાં સારો દેખાવ કરી રહી છે અને તેમણે પણ એ ફિલ્મ જોઈ છે.
અસ્તાનાઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જણાવ્યું કે, તેમણે આમિર ખાનની ફિલ્મ દંગલ જોઈ હતી અને તેને તે ખૂબ જ પસંદ પડી છે. દંગલ ચીનમાં પાંચ મેના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મે ત્યાં અનેક રેકોર્ડ તોડ્યા છે. દંગલે ચીનમાં અત્યાર સુધી એક હજાર કરોડ રૂપિયાની કમાણી કરી છે. ચીનમાં આ ફિલ્મ સાત હજાર સ્ક્રીન પર ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -