ભારતનાં મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદ ઇબ્રાહિમનું મોતઃ મીડિયા રિપોર્ટ્સ
મુંબઇ સિરિયલ બ્લાસ્ટમાં ૨૫૭ લોકોનું મોત થયું હતું અને ૭૦૦થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. પાકિસ્તાનમાં તે સેનાના સંરક્ષણમાં રહેતો હતો અને ત્યાંથી જ પોતાની ગુનાઇત પ્રવૃત્તિઓને અંજામ આપતો હતો. તે પાકિસ્તાનમાં બેસીને હત્યા, ખંડણી, માદક પદાર્થોની હેરાફેરી જેવી પ્રવૃત્તિઓ કરતો હતો. અમેરિકાએ તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું હતું કે દાઉદના બ્રેઇન ટ્યુમરનું ઓપરેશન ૨૨ એપ્રિલે કરવામાં આવ્યું હતું. બ્રેઇન સર્જરી બાદ દાઉદને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. તે છેલ્લે ૧૯ એપ્રિલે જાહેરમાં દેખાયો હતો. દાઉદ ઇબ્રાહીમ ૧૯૯૩માં મુંબઇ બોમ્બ ધડાકા બાદ દેશમાંથી ફરાર થઇ ગયો હતો.
કેટલાક મીડિયા અહેવાલ દાઉદનું મોત થઈ ગયું હોવાની વાત પણ કરી રહ્યા છે. જોકે, આ ખબર માત્ર અફવા છે તેમ દાઉદના વિશ્વાસુ ગેન્ગસ્ટર છોટા શકીલે કહ્યું હતું. દાઉદે કરાચીમાં કમ્બાઇન્ડ મિલિટરી હોસ્પિટલમાં પોતાનો અંતિમ શ્વાસ લીધો હતો તેવા અહેવાલો મીડિયામાં વાઈરલ થતાં છોટા શકીલે આ ખુલાસો કર્યો હતો.
નવી દિલ્હીઃ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમની હાલત ગંભીર છે. કેટલાક મીડિયા અહેવાલ અનુસાર દાઉદને કરાચીની કમ્બાઈન્ડ મિલિટરી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. બ્રેન સર્જરી બાદ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર 22 એપ્રિલના રોજ તેનું બ્રેન ટ્યૂમરનું ઓપરેશન થયું હતું. તેને છેલ્લે 19 એપ્રિલે જોવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -