ટ્રમ્પે કર્યો ઈતિહાસનો સૌથી મોટો ટેક્સ સુધારો, ઉદ્યોગ અને સામાન્ય વ્યક્તિને થશે ફાયદો
નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંકમાં પોતાનું ચૂંટણી વચન પૂરું કરવા જઈ રહ્યા છે. ટ્રંપ પ્રશાસને અમેરિકામાં મોટા ટેક્સ સુધારાની જાહેરાત કરી છે. ટ્રમ્પ પ્રશાસને અમેરિકાના ઈતિહાસના સૌથી મોટા ટુક્સ સુધારો ગણાવ્યો છે. આ યોજનામાં ઉદ્યોગની સાથે સાથે સામાન્ય વ્યક્તિને પણ ટેક્સમાં રાહત આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોર્પોરેટ ટેક્સ 35 ટકાથી ઘટાડીને 15 ટકા કરવા, વ્યક્તિગત કરમાં પણ મહત્વપૂર્ણ કાપ સાથે ડેથ ટેક્સ જેવા અનેક કરને નાબુદ કરવાનો પ્રસ્તાવ કર્યો છે. જેનાથી અમેરિકી અર્થવ્યવસ્થા સારી થશે અને વ્યાપારને પ્રોત્સાહન મળશે. સાથે જ કંપનીઓ પાસે લાખો ડોલર આવશે અને નોકરીની તકો પણ વધશે.
આ જાહેરાત અમેરિકી ટ્રેજરી સચિવ સ્ટીવન મ્યૂચિન અને નેશનલ ઇકોનોમિક ડાયરેક્ટર ગૈરી કોહેને વ્હાઇટ હાઉસ ન્યૂઝ કાંફ્રેસમાં સંવાદાતાઓને સંબોધન કરવા સાથે કરી છે. ટ્રંપ સત્તાધીશે લોકો માટેના સાત બ્રેકેટમાં ત્રણ ટેક્સ બ્રેકેટ 10 ટકા 25 ટકા અને 35 ટકા ઘટાડ્યા છે. એવા પરિવાર જે બાળકો સાથે કે આત્મનિર્ભર રહીને તેમની દેખરેખ કરે છે તેમને કર રાહતમાં વધારે ફાયદો થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -