ડોક્ટરે કર્યું 150થી વધુ યુવતિઓનું યૌન શોષણ, એક દિવસ ફૂટ્યો ભાંડો, જાણો પછી શું થયું
વોશિંગ્ટનઃ સારવારના નામે અનેક યુવતીઓના યૌન શોષણ મામલે અમેરિકામાં જિમ્નાસ્ટિક સાથે સંકળાયેલા પૂર્વ ડોક્ટર લેરી નસ્સારને 175 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. 160 પીડિતાએ કોર્ટમાં આપેલી સાક્ષી બાદ ડોક્ટરની સજા જાહેર કરાઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડોક્ટર સામે સૌપ્રથમ યૌનશોષણનો આરોપ રાચેલ ડેનડોલ્ડરે નોંધાવ્યો હતો. તેણે જે કોર્ટમાં અંતિમ નિવેદન આપ્યું હતું. રાચેલે કહ્યું કે, જ્યારે હું 15 વર્ષની હતી ત્યારે મારું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. મારી પીડા જોઇ તેને આનંદ આવતો હતો. તે સમયે ડોક્ટર મારી ટ્રીટમેન્ટ કરતો હોય તેમ લાગતું હતું, પરંતુ બાદમાં મને વાસ્તવિકતા ખબર પડી હતી.
ડોક્ટરને સજાની જાહેરાત થતાં જ પીડિતાઓ એકબીજાને ભેટી હતી.
ઓલિમ્પિકમાં સુવર્ણ પદક વિજેતા જિમ્નાસ્ટીક એલી રેસમને નસ્સાર પર ફિટકાર વરસાવતાં કહ્યું કે, તું આટલો નીચ હોઇશ તેની કલ્પના કરી શકાતી નથી. હું જ્યારે તારા અંગે વિચાર કરું છું ત્યારે એટલો ગુસ્સો આવે છે કે સમજી શકતી નથી. લેરી હવે તને સમજાશે કે તે જે યુવતીઓનું યૌન શોષણ કર્યું હતું તે આજે શક્તિ બની ગઈ છે અને આજે તું કંઇ નથી.
જજે એમ પણ કહ્યું કે, ભવિષ્યમાં કોઈ આ પ્રકારની હરકત ન કરે તે માટે સાર્વજનિક રીતે પીડિતાઓના હાથે સજા આપવામાં આવી હોત તો સારું થાત. કેટલીક ઓલિમ્પિક ખેલાડીઓ પણ નસ્સારની પાપલીલાનો ભોગ બની હતી.
નસ્સારનો શિકાર બનેલી 150થી વધારે યુવતીઓના નિવેદન બાદ જજ રોજમેરી આકિલિનાએ ચૂકાદો આપતા કહ્યું કે, ‘તમે ફરી ક્યારેય જેલની બહાર નીકળવા માટે હકદાર નથી. મેં તમારા ડેથ વોરંટ પર હસ્તાક્ષર કર્યા છે.’
54 વર્ષીય નસ્સારને અગાઉથી જ ચાઇલ્ડ પોર્ન રાખવાના આરોપમાં 60 વર્ષ કેદની સજા સંભળાવવામાં આવી ચૂકી છે. નસ્સાર તેને ત્યાં સારવાર માટે આવતી મહિલાઓના દર્દ દૂર કરવાના બહાને તેમનું યૌન શોષણ કરતો હતો. ભોગ બનેલી કેટલીક યુવતીઓ પૈકી કેટલીક સગીર હતી, જેથી તેમને લાંબા સમય સુધી ખબર જ નહોતી પડી કે તેમનું યૌન શોષણ થયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -